અડાજણ: સુરતના ઈચ્છાપોરમાં ફ્રૂટની લારી લઈને ઘરે જઈ રહેલા વૃદ્ધાને બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારતા મોત
Adajan, Surat | Sep 21, 2025 સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કવાસ પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત થયું છે. ફ્રૂટની લારી લઈને ઘરે જઈ રહેલા વૃદ્ધાને એક બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારી કચડી નાખતા આ ઘટના બની હતી. ડમ્પરના ટાયર વૃદ્ધના માથા પરથી ફરી મળતા ખોપરીનો છૂંદો થઈ ગયો હતો. ડમ્પર ચાલક મૂકીને ફરાર થયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.ડમ્પરનું ટાયર માથા પર ફરી વળ્યું, ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.