ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર આપી અનોખી સેવા કરવામાં આવી હતી
ભરૂચના ઝાડેશ્વર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર આપી અનોખી સેવા કરવામાં આવી હતી. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજીંગ ડાયરેકટ પ્રવીણ કાછડીયા છેલ્લા ઘણા વર્ષોથી સેવાનું ભાથું પીરસી રહ્યા છે.જેઓએ ચાલુ વર્ષે 1 હજાર સ્વેટર આપવાનો સંકલ્પ કર્યો છે.ત્યારે તેઓએ ઝાડેશ્વર કુમાર શાળા ખાતે આજે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ બાળકોને ઠંડીની સીઝનમાં સ્વેટર આપવામાં આવ્યા.