વડોદરા: પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં,અલકાપુરીની એક્સપ્રેસ હોટેલમાં કરાયું ચેકીંગ અખાદ્ય જથ્થાનો નાશ કરાયો
વડોદરા : આગામી દિપાવલીના તહેવારોને લઈ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તત્વોમાં પણ ભારે ફાફડાટ ફેલાવવા પામ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે અલકાપુરીની એક્સપ્રેસ હોટલનમાં તપાસ કરવામાં આવી હતી.પનીર સાથે કેટલીક ખાદ્ય પદાર્થોનું સેમ્પલ એકત્ર કરીને પૃથ્થકરમાટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું.