જૂનાગઢ: વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ જૂનાગઢના ચાર ગામના ખેડૂતને પાકા નુકસાની ને લઇ હેક્ટર દીઠ 11000 ની ચૂકવશે સહાય
કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા કરી છે જુનાગઢ જિલ્લામાં પણ મગફળી સોયાબીન કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતો સરકારના સહાય પેકેજની રાહ જોઈ રહ્યા છે એટલામાં જ મૂળ જૂનાગઢના બાદલપુર ગામના અને અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી ખેડૂતોની વાહરે આવ્યા છે. ઉદ્યોગપતિ દ્વારા ચાર ગામ બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાળાના 2000 હેક્ટર અને 1200 થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 ની સહાય ચૂકવવા જાહેરાત કરવામાં આવી છે..