ઉમરેઠ: બેચરીમાં તાજીયાના ઝુલુસમાં વીજવાયર ઊંચો કરતા બે યુવકોના કરંટ લાગવાથી મોત
Umreth, Anand | Jul 6, 2025 ઉમરેઠ તાલુકાના બેચરી ગામમાં મોહરમ પર્વે તાજીયાના ઝુલુસને નડતા વીજ વાયરને ઊંચો કરવા માટે અઝરુદ્દીન બાબુખાન પઠાણ અને મોસીનમિયાં અયુબમિયાં બેલીમએ લાકડાના બંબુથી વીજ વાયર ઉંચો કરતા બન્નેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.જેને લઇ સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.