બારડોલી: બારડોલી કોર્ટે ચેક રિટર્નના ૬ કેસોમાં તમામ આરોપીઓને બે વર્ષની સખત કેદની સજા ફટકારી : રકમ નહી ભરે તો વધુ 6 માસની સજા
Bardoli, Surat | Nov 18, 2025 નાણાકીય સંસ્થાઓમાંથી લોન લઈને હપ્તા કે લોનની રકમ ભરવામાં નિષ્ફળ રહેલા વ્યક્તિઓ વિરુદ્ધ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ દાખલ થયેલા ચેક રિટર્ન કેસોમાં બારડોલી કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. એક જ દિવસમાં છ જુદા જુદા કેસોના ચુકાદા આપતાં કોર્ટે તમામ આરોપીઓને ૨ વર્ષની સખત કેદ તેમજ દંડ કે ભરપાઈની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. ભરપાઈની રકમ ન ચૂકવવાના કિસ્સામાં વધારાની ૬ મહિનાની કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે.