સુઈગામના નિવાસી અને વિદ્યાર્થી નેતા ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણે કાયદા વિભાગમાં PhDની પદવી મેળવી છે. તેમણે વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાંથી આ સિદ્ધિ હાંસલ કરી છે.વિદ્યાર્થીકાળ દરમિયાન, ડૉ. ચૌહાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના વિદ્યાર્થી નેતા તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી.