માણાવદર વિધાનસભા મતવિસ્તારમાં કરશન બાપુના કોંગ્રેસમાં જોડાવાને લઈને રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે. સ્થાનિક વર્તુળોમાં એવી ચર્ચા છે કે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી કરશન બાપુને ટિકિટ મળવાની શક્યતા ન હતી. ચર્ચાઓ મુજબ આપ પાર્ટી જવાહર ચાવડા અથવા રાજુભાઈ બોરખતરિયાને ઉમેદવાર બનાવે તેવી સંભાવના હોવાથી કરશન બાપુએ આપ પાર્ટીને અલવિદા કહી હતી તો બીજેપી પણ ટિકિટ નહીં આપે તેથી કોંગ્રેસનો રસ્તો અપનાવ્યો છે.