મહે. તાલુકાના નવચેતનથી શંકરપુરાને જોડતા ઍપ્રોચ રોડના કામનું ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહર્ત. ત્યારે આ પ્રસંગે તેઓની સાથે તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ ડાભી જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગ્રામજનો દ્વારા ધારાસભ્યશ્રી તૅમજ મહાનુભાવોનું ફુલહારથી સ્વાગત સન્માન કરી આ સુંદર સતકાર્ય બદલ સરકારશ્રી તૅમજ ધારાસભ્યશ્રી તૅમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો તહેદિલથી આભાર વ્યક્ત કર્યોં હતો.