વડોદરા: તસ્કરે CCTV કેમેરાથી બચવા લીધું છત્રી કવચ,દુકાનમાં કર્યો હાથફેરો,જુઓ વીડિયો
વડોદરા : તહેવારો બાદ ફરી શહેરમાં તસ્કર તોડકી સક્રિય થઈ છે.શહેરના ચાંપાનેર ચોકીથી લઈ રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે નવાબજારમાં આવેલી વી.કે.મકવાણા એન્ડ કુ. નામની દુકાનમાં તસ્કરે સીસીટીવી કેમેરાથી બચવા માટે છત્રીના સહારે દુકાનમાં પ્રવેશી 70 હજાર ઉપરાંતથી વધુની રકમની ચોરી કરી પલાયન બન્યો હતો.જ્યારે બીજી તરફ દુકાન માલિકે પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.