આજે તારીખ 31/12/2025 બુધવારના રોજ બપોરે 2.30 કલાકે અરજદાર દ્વારા માહિતી આપવામાં આવી. જેમાં અરજદાર દ્વારા જણાવ્યા મુજબ સંજેલી તાલુકાના ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે જિલ્લાની ટીમ દ્વારા તપાસનો દમદમાંટ શરૂ કરાયો હતો. જેમાં ભ્રષ્ટાચાર કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો.19 જેટલા કામોની માહિતી અરજદાર દ્વારા માંગવામાં આવી હતી. જેમાં અરજદારે તપાસમાં આવેલી ટીમને ભ્રષ્ટાચારની તમામ માહિતી આપી હતી.