મહુવા 170 વિધાન સભામત વિસ્તારમાં આવતા મહુવા તેમજ અંબિકા તાલુકાના મંજુર થયેલા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા.જેમાં મહુવા તેમજ અંબિકા તાલુકાના કામોમાં વડીયા આશ્રમશાળા ખાતે ઓરડાનું કામ,શેખપુર આંગણવાડી,બુધલેશ્વર આંગણવાડી,કાની નિઝર રોડ,કાની જોળ રાણત રોડ,અમરોલી રાણત રોડ,આંગણવાડી કેન્દ્ર વલવાડા ના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્યો,સરપંચો હાજર રહ્યા.