જુનાગઢ જિલ્લાના વંથલીમાં સિવિલ હોસ્પિટલ ને લઈ વિવાદ સર્જાયો છે. શહેરની મધ્યમાં વર્ષોથી સરકારી હોસ્પિટલ ચાલી રહ્યું છે. આ હોસ્પિટલ વંથલી શહેર અને તાલુકાના 46 ગામોના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે. સિવિલ હોસ્પિટલ શહેરની મધ્યમાં આવેલ હોવાના કારણે ગરીબ લોકોને જવા આવવા ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. હાલ આ હોસ્પિટલ ને જુનાગઢ હાઇવે પર આવેલ દિલાવર નગર ખાતે તબદીલ કરવાની પેરવી ચાલી રહી છે જેને અટકાવવાની માંગ ઉઠી છે.