કેશોદ: કેશોદ ના જુનાગઢ હાઈવે રોડ ઉપર ટુ વ્હીલર સાથે ધણખુંટ અથડાતા ટુ વ્હીલર ચાલકનું મોત પોલીસે તપાસ હાથ ધરી
કેશોદના જુનાગઢ હાઈવે રોડ ઉપર આંબાવાડીમાં કાપડ ની દુકાન નો વેપાર કરતા અશ્વિન કરમટા અને તેનો મિત્ર બંને જુનાગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે જુનાગઢ હાઈવે રોડ ઉપર ટુ વ્હીલર સાથે ધણખુંટ અથડાતા ટુ વ્હીલર ચાલક અશ્વિન કરમટા ને ઇજા પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્ત ને કેશોદની ખાનગી હોસ્પિટલ માટે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા ત્યારે સારવાર દરમિયાન તેનો મોત થયું હતું ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે