ખેરાલુ: RSSના 100 વર્ષ પુર્ણ થતાં શહેરમાં પથ સંચાલન કરાયું
ખેરાલુ RSS દ્વારા 100 વર્ષ પુર્ણ થવા પર ખેરાલુ RSS પ્રખંડ દ્વારા પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના મ્યુનિસિપલ હાઈસ્કુલ, ખારીકુવી, આંબલી ચૌટા બજાર, મહેતાવાડ, અંબાજી માતા મંદિર અને પરત મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે આવ્યા હતા. ત્યાં વિશેષ શાખાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પથ સંચાલનમાં ખેરાલુ શહેર અને તાલુકામાંથી RSS સ્વયંસેવકો મોટી સંખ્યામાં પુર્ણ ગણવેશ સાથે હાજર રહ્યા હતા..