વાંસદા: વાંસદામાં રાણી ફળિયા ખાતે બાઇક અકસ્માતમાં યુવકનું સ્થળ પર જ મોત
Bansda, Navsari | Nov 10, 2025 વાંસદા તાલુકાના રાણી ફળીયા નજીક વાપી-શામળાજી નેશનલ હાઇવે પર બાઇક અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ઘોડમાળ કાસટપાડા ફળીયાના હિમેશભાઇ જીતેશભાઇ ચૌધરી (ઉંમર 17) પોતાની કબ્જાની બજાજ કંપનીની KTM મોટરસાઇકલ (રજી. નં. GJ-21-DF-4133) પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી રહ્યા હતા, દરમિયાન સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી ટેકરા ઉપર ચઢાવી જંગલી ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હિમેશભાઇનું સ્થળ પર જ મોત નિપજ્યું