ગોધરા: જિલ્લા ભાજપ દ્વારા 'પંચમહાલ ક્રિએટર્સ કોન્ક્લેવ-૨૦૨૬'નું ભવ્ય આયોજન: ૬૦થી વધુ સોશિયલ મીડિયા ક્રિએટર્સનું સન્માન
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણ અને જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે **'પંચમહાલ ક્રિએટર્સ કોન્ક્લેવ-૨૦૨૬'**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. "ક્રિએટિવિટીથી રાષ્ટ્ર નિર્માણ તરફ" ના મંત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના નામી-અનામી ૬૦થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી હર્ષદભાઈ વસાવા