આજે તારીખ 14/12/2025 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં મુલાકાત કરાઈ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાલ્લા બારેલા ગામે ગત તારીખ 9ના રોજ આકસ્મિક આગ લાગતા એક જ લાઈનમાં રહેતા પાંચ ભાઈઓના મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનામાં ભારે પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હતું તેમજ ચાર બકરાઓના મોત થયા હતા. સમયસૂચકતા દાખવતા પરિવારના તમામ સભ્યો સલામત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ ઘરવખરી અને જરૂરી સામાન આગમાં ભસ્મીભૂત થયો હતો.