મુળી: સરલા ગામની શાળાના વિધાર્થી માટે અદાણી પોર્ટ ખાતે પ્રવાસનું આયોજન કરાયું
સરલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા અદાણી પોર્ટ, મુન્દ્રા ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભારતના સૌથી મોટા ખાનગી બંદર વિશે વિસતૃત માહિતી મેળવી હતી. અહીંના આંતરરાષ્ટ્રીય મહત્વ, કન્ટેનર હેન્ડલિંગ સિસ્ટમ, લોજિસ્ટિક્સ વ્યવસ્થા, આયાત-નિકાસની પ્રક્રિયા તથા પર્યાવરણ સંરક્ષણ માટે અપનાવેલી આધુનિક ટેકનોલોજી વિશે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના લીધે આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે તે એક યાદગાર અનુભૂતિ