બુરેઠા ગામે બળવંતજી ઠાકોર વડપગ વાળા જે ખેતરમાં ભાગીયા તરીકે મજૂરી કામ કરતા હતા. રાત્રિના સમયે તેઓ સૂતા હતા ત્યારે આરોપી મુકેશ રામાજી ઠાકોર (જમાઈ) સહિત 3 વ્યક્તિઓએ સામાજિક માથાકૂટને લઈને જીજીબેન ઠાકોર પર ટોમી ધોકા વડે હુમલો કર્યો હતો. જીજીબેનને બચાવવા માટે તેમના પુત્રની પત્ની વર્ષાબે ઠાકોર વચ્ચે પડતાતેમને પણ ગંભીર ઈજાઓ થઈ હતી હુમલામાં જીજીબેન રામચંદજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું જે મુદે ભાભર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી