સતલાસણા: સાતોડા સીમમાં આઈવાએ ટક્કર મારતા ટ્રેક્ટર સવાર 2 લોકોને ઈજાઓ થતાં ફરિયાદ નોંધાય
પટેલ દેવાભાઈ અને તેમનો ડ્રાઈવર ટ્રેક્ટર લઈને ખેતરે જવા નિકળ્યા હતા એ દરમ્યાન સાતોડા સીમમાં સામેથી આવતા આઈવા ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા બન્ને નિચે પટકાયા હતા અને સારવાર માટે મોકલાયા હતા.અકસ્માત બાદ ટ્રેકટરને નુકસાન થયું હતું તો ડ્રાઈવરને વધારે ઈજા હોવાથી સતલાસણા,વડનગર અને બાદમાં અમદાવાદ ખસેડાયા હતા. સમગ્ર મામલે ટ્રેક્ટર માલિક દેવાભાઈ પટેલે આઈવા વિરુદ્ધ ફરિયાદ આપી છે.