ગાંધીનગર: રાયસણ ખાતે આવેલ IAR યુનિવર્સિટીમાં મેડિકલ સુવિધા મુદ્દે રજૂઆત, ABVPએ રજીસ્ટ્રારને વોર્ડ સસ્પેન્ડની માંગ કરી
રાયસણ ખાતે આવેલ IAR યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સમસ્યાઓને લઈને ABVP દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. બે દિવસ પહેલા એક વિદ્યાર્થીને તકલીફ થતાં પણ મેડિકલ સારવાર ન મળ્યાની ફરિયાદ ABVPએ રજીસ્ટ્રાર સમક્ષ કરી. યુનિવર્સિટી દ્વારા 24 કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ABVPએ વોર્ડને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી.