સતલાસણા: સતલાસણામાં આધારકાર્ડથી મનરેગા કૌભાંડ બહાર આવતા તપાસના આદેશ અપાયા
30 સપ્ટેમ્બરના રોજ બપોરે 3.30 કલાકે સામે આવતી વિગત મુજબ સતલાસણામાં કૌશિકકુમાર નરેન્દ્રભાઈ પટેલ નામના ખેડુતે જમીન સમતલ કરવા અરજી નહોતી કરી છતાં પણ તેના નામે મનરેગા કામ થયાનું સામે આવ્યું છે. આધારકાર્ડ મેળવી 1.65 લાખનું કૌભાંડ બહાર આવતા લોકપાલે છેલ્લા દસ વર્ષોની કામગીરી તપાસવાના આદેશો આપ્યાની જાણકારી સામે આવી રહી છે. ખેડુત પર કોલ આવતા તેમણે તપાસ કરી વિગતો મેળવતા સમગ્ર ગોટાળો બહાર આવ્યો છે.