નખત્રાણા: મુરુમાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી : ધારિયાથી માથું, હાથ-પગ કાપી બોરવેલમાં નાખ્યાં, ધડને જમીનમાં દાટ્યું
નખત્રાણાના મુરૂ ગામનો 20 વર્ષીય યુવક 6 દિવસ અગાઉ ગુમ થયો હતો. જે યુવકની શોધખોળ દરમિયાન પોલીસે શકમંદને ઉઠાવી પૂછપરછ કરી હતી. જેમાં તેણે સહ આરોપી સાથે મળીને લાપતા યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. આટલું જ નહીં હત્યા બાદ લાશને સગેવગે કરવા માટે શરીરના અંગો કાપી નાખ્યા હતા અને તેને બોરવેલમાં નાખી દીધા હતા. જ્યારે ધડને જમીનમાં દાટી દીધું હતું. યુવકના મિત્રએ જ મહિલા સાથેના આડા સંબંધના મનદુઃખમાં હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.