વઢવાણ: સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે રાજકોટ ડિવિઝન દ્વારા આપત્તિ આ ભાગરૂપે મોકલીનું આયોજન કરાયું
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર સ્ટેશન પર આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ ચકાસવા માટે હાઈ-ઇન્ટેન્સિટી મોક ડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અભ્યાસમાં NDRF, રેલવે અધિકારીઓ, સિવિલ પ્રશાસન, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, RPF અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમોએ સક્રિય ભાગ લીધો. એક કાલ્પનિક ઘટના સર્જાઈ, જેમાં ન્યારા એનર્જી સાઇડિંગમાંથી આવતી માલગાડી સુરેન્દ્રનગર યાર્ડમાં ઊભેલી એક કેમ્પિંગ કોચ સાથે ટક્કર ખાતા કોચનાં કર્મચારીઓ ઈજા થયા હતા.