હાલોલ: હાલોલ નજીક આવેલ ખાખરીયા કેનાલ પાસે બાઇક પર જતા ત્રણ યુવકોને નડ્યો અક્સ્માત,ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
હાલોલ નજીક આવેલ ખાખરીયા કેનાલ પાસે આજે શુક્રવારના રોજ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બાઈક પર ત્રણ યુવકો સવાર હતા અને તેઓ ITM કોલેજમાં પરીક્ષા આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક અકસ્માત નડ્યો હતો.અક્સ્માતમા પાર્થ વાઘેલાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.જ્યારે દિવમકુમાર નિહારિયાનો હાથ ફ્રેક્ચર થયો છે.ત્રીજા યુવક સહદેવસિંહ જાદવને પણ માથામાં ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.