સતલાસણા: ગણેશપુરાથી હડોલ સુધી 10 કિલોમીટરની યુનિટી માર્ચ યોજાઈ
સતલાસણાના ગણેશપુરાથી હડોલ સુધી 10 કિલોમીટરની સરદાર પટેલ જયંતી 150 વર્ષ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ હતી. આ પદયાત્રા યુનિટી માર્ચમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી,ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી,પ્રદેશ સંયોજક મનન દાણી,પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર,સતલાસણા અને ખેરાલુના ભાજપ કાર્યકર્તાઓ જોડાયા હતા અને દેશની અખંડિતતા અને એકતાના શપથ લીધા હતા.