વડોદરા: કપુરાઈ પોલીસ મથકના NDPS કેસમાં વોન્ટેડ મહિલા માતાના ઘરે આવતા SOGએ ઝડપી પાડી
વડોદરા : શહેરમાં અવાર નવાર NDPS હેઠળના ગુનાઓ નોંધાતા હોય છે.કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવતા હોય છે તો કેટલાક ફરાર થઈ જતા હોય છે.કપુરાઇ પોલીસ મથકમાં નોંધાયેલા NDPSના ગુનામાં વોન્ટેડ આરોપી નીલોફરની SOG પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અગાઉ એસઓજીએ ડભોઈ રોડ વુડાના મકાનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડ્યો હતો.જેમાં નિલોફરને વોન્ટેડ જાહેર કરાઈ હતી.દરમિયાન સનફાર્મા રોડ પર તેની માતાને મળવા આવતા એસઓજીએ તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.