બાવળા: અમીપુરા ગામની સીમમાંથી તસ્કરો રૂ. 40 હજારની કિંમતના લોખંડના 6 લાગીયા ચોરી ગયા
કેરાળા - નળસરોવર રોડ ઉપર બાવળા તાલુકાના અમીપુરા ગામની સીમમાંથી તા. 17/09/2025 ના રાત્રિના એક વાગ્યાથી સવારના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમો તાર ફેન્સીંગના વાયર કાપી સિમેન્ટના થાંભલા બનાવવાના લોખંડના કુલ 06 નંગ લાગીયા કિંમત રૂ. 40 હજારના ચોરી ગયા હતા. આ અંગે કેરાળા GIDC પોલીસે ગુનો નોંધો તપાસ હાથ ધરી છે.