ગાંધીનગર: જુના સચિવાલય ખાતે આયોજિત નમો રક્તદાન કેમ્પની મુલાકાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવાઈ
ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત રક્તદાન કેમ્પમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. રક્તદાન એ માનવીય અભિગમ સાથે કરુણા અને પવિત્ર ભાવનાથી થતું સેવાકાર્ય છે, આજના વિશેષ દિવસે રક્તદાતાઓએ આ સેવાકાર્ય આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીને સમર્પિત કર્યું અને તેમના નિરામય દીર્ઘાયુ માટે કામના કરી.