31 ડિસેમ્બરના રોજ મોડી સાંજે લીંબાયત વિસ્તારમાં જયેશ પટેલ નામ યુવક ની હત્યા કરી દેવામાં આવી હતી.વિશાલ વાઘ અને તેની સાથેના અન્ય પાંચ જેટલા ઈસમોએ અગાઉ મિત્રની થયેલ હત્યા અને મુખ્ય આરોપી વિશાલની માતા પર હુમલાની અદાવતમાં જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં જયેશ પટેલ માથે ભેટ્યો હતો.જે હત્યા કેસમાં આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અન્વયે ગુનો દાખલ કરવાની માંગ પરિવાર અને સમાજના લોકોએ કરી હતી.જ્યાં સ્મીમેર ના પીએમ રૂમ બહાર ભારે સુત્રોચાર અને નારેબાજી કરી હતી.