માણાવદર: માણાવદરના જીલાણા ગામે માતા-પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા સગીરાનો આપઘાત
માણાવદરના જીલ્લાના ગામે માતા-પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા શ્રમજીવીના સગીરે ઝેરી દવા પી લેતા મોત થયું હતું. મુળ મધ્યપ્રદેશના રહીશ હાલ માણાવદરના જીલાણા ગામે જુગલ આણંદ મારવાણીયાની વાડીએ મજુરી કામ કરતા ધીરજલાલ ચૌહાણના પુત્ર ક્રિષ્ના પાલ (ઉ.વ.17)ના માતા પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા જે બાબતે પુત્ર ક્રિષ્ના પાલને લાગી આવતા જાતે ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ માણાવદર એએસઆઇ બી.કે.ભલગરીયાએ હાથ ધરી છે.