ખેરાલુ: રૂપેણ પુલ પર ડાઈવર્ઝન હોવા છતાં અમુક વાહન ચાલકો પરાણે ઘુસતા હોવાનું સામે આવ્યું
ખેરાલુના રૂપેણ પુલ પર ડાઈવર્ઝન હોવાથી ખેરાલુ સિવિલ પાસે જ ખેરાલુ જી.આર.ડી દ્વારા ભારે વાહનોને રોકવામાં આવે છે પણ કેટલાક ભારે વાહનચાલકો દાદાગીરી કરીને ઘુસી જતાં હોવાનું પણ સામે આવ્યું છે. આજે ખેરાલુ સિવિલ પાસે જી.આર.ડી જવાનો ફરજમાં હતા એ દરમ્યાન અમુક ટ્રક ચાલકો ઘુસી ગયા હતા જેને પાછા વાળવામાં આવ્યા હતા. રૂપેણ પુલ જર્જરિત હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ છે ત્યારે અમુક વાહનચાલકો જાહેરનામાનો ભંગ કરતા જોવા મળ્યા છે.