આજે શનિવારે બપોરે 4 વાગ્યાની આસપાસ ડિજિટલ અરેસ્ટના પ્રયાસને સાયબર ક્રાઇમે નિષ્ફળ બનાવ્યો હતો.જેમાં વૃદ્ધા પાસેથી 33.35 લાખ પડાવવાનો પ્રયાસ કરાયો હતો.ત્યારે વૃદ્ધાના ફોનમાં ગઠિયાઓએ દસ્તાવેજો મોકલ્યા અને વૃદ્ધાને એક બેંક ખાતામાં રૂપિયા જમા કરવા કહ્યું.બેંકના અધિકારીઓને શંકા જતા સાયબર ક્રાઈમને જાણ કરી હતી. મણિનગરમાં રહેતા વૃદ્ધાના ઘરે સાયબર ક્રાઈમ પહોંચીને તપાસ કરતા મામલો સામે આવ્યો હતો.સાયબર ક્રાઈમે વૃદ્ધાને ગઠિયાઓના ચંગુલમાંથી છોડાવ્યા હતા.