રાજકોટ પૂર્વ: પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયાની રાહત, સુપ્રીમમાંથી સ્ટે મળ્યો
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવા મામલે સુપ્રીમ કોર્ટ તરફથી એક અઠવાડિયાની રાહત આપવામાં આવી છે. આ સમયે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે. રાત્રિના નવ વાગ્યે મળતી માહિતી અનુસાર આજે જુનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે પોપટ સોરઠિયા હત્યા કેસમાં હાજર થવાના હતા પરંતુ સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયા રાહત આપવામાં આવી છે