વડોદરા : અકોટા વિસ્તારમાં આવેલા રામપુરા વુડાના મકાનોમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થતા લોકોમાં ફફળાતો ફેલાયો હતો.વુડાના મકાનમાં આવેલા બ્લોક નંબર ચારમાં લાગેલા વીજ મીટરમાં સ્પાર્ક થયા બાદ આગ લાગી હતી.જેના કારણે આખા બ્લોકમાં લાઈટો ગુલ થઈ ગઈ હતી. અંધારપટ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો અને જીઈબીની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળી લીધી હતી.સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.