કામરેજ: ભૈરવ ગામે વૃદ્ધાના મોઢા ઉપર સ્પ્રે છાંટી બે ચીટરે સોનાનો અછોડો લૂંટવાનો પ્રયાસ કર્યો
Kamrej, Surat | Sep 14, 2025 પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં ભૈરવ ગામે આવેલા ગોસ્વામી ફળીયામાં રહેતા પુષ્પાબેન ગોસ્વામી (ઉ.વ.70 )નાં ઘરે બે અજાણ્યા ઇસમો આવી ઘરમાં પડેલ મૂર્તિ તથા દાગીના ચમકાવી આપવાની વાત કરી પોતાની સાથે લાવેલા ચમકેલા વાસણો બતાવ્યા હતા. વૃદ્ધ પુષ્પાબેને ના કહેતા બંને ગઠીયાઓએ વૃદ્ધ મહિલાનાં ગળામાં સોનાનો અછડો જોઈ જેમનાં મોઢા ઉપર સ્પ્રે છાંટી ગળામાંથી દોઢ તોલાનો સોનાનો અછોડો આંચકી લીધો હતો.