ચોરાસી: અમદાવાદમાંથી પિયુને જ્વેલર્સ શોરૂમમાંથી 3 પોઇન્ટ 81 કરોડની ચોરી કરનાર આરોપીને સારોલી વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે.
Chorasi, Surat | Sep 15, 2025 અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ઝવેરીવાદની એક જ્વેલર્સ ની શોપમાંથી રૂપિયા 3.81 કરોડના સોનાના દાગીના બિસ્કીટ અને ડાયમંડ ની ચોરી થવાની ચર્ચા મટી ગઈ હતી. આશ્ચર્યજનક બાબત એ હતી કે આ ચોરી કોઈ પ્રોફેશનલ ગેંગે નહીં પરંતુ શોપમાં જ કામ કરતાં પ્યુન દ્વારા કરવામાં આવી હતી. જોકે સારોલી પોલીસે તમામ મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.