મોરવા હડફના ગાજીપુર ગામે તા.18 ડિસેમ્બર ગુરુવારના રોજ પ્રાથમિક શાળાના 7 નવીન ઓરડાનુ ખાતમુર્હુત મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમા યોજાયુ હતુ જેમા 84 લાખ રૂ. માતબર રકમના ખર્ચે નિમાર્ણ થનાર બિલ્ડિંગના કામનું ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે આ પ્રસંગે ગામના સરપંચ, કાર્યકર્તાઓ, શિક્ષકગણ, ગામ ના વડીલો યુવાનો બહેનો ઉપસ્થિત રહ્યા હતા.જેની માહિતી તા.18 ડિસેમ્બર ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી