કેશોદ પોલીસ જુદા જુદા ગુનાના આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસને ખાનગી માહિતી મળી હતી કે સાડા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા ચોરીનો આરોપી રાજેશ ભાણા સોલંકી કેશોદના સોંદરડા ચોકડી ખાતે ઉભેલ હોય ત્યારે પોલીસે ખાનગી માહિતી વાળી જગ્યા પર થી આરોપીને પકડી પાડી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી