ખંભાત તાલુકાના સાયમા ગામ સ્થિત સીમ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય આરતીબેન પીન્ટુભાઈ સીંધા ગત 2 ફેબ્રુઆરીના રોજ તેના ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી.આ અંગેની જાણ તેના પરિવારજનોને થતાં તેમણે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પતો મળ્યો નહોતો. આ મામલે તેના ગુમ થયાની ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે જાણવાજોગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.