બાવળા: સંસ્કાર સ્કૂલ ધોળકા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત યોગ શિબિર યોજાઈ
ધોળકા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજરોજ તા. 19/09/2025, શુક્રવારે સવારે 9.30 વાગે ધોળકા ખાતે સરોડા રોડ ઉપર આવેલ સંસ્કાર સ્કૂલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.