કચ્છના આકાશમાં અદભુત ખગોળીય ઘટના: ભુજમાં મધ્યરાત્રીએ દેખાયો તેજસ્વી અગનગોળો કચ્છના ભુજમાં ગત મંગળવારે મધ્યરાત્રીએ આકાશમાં એક અત્યંત તેજ ગતિએ પસાર થતો અગનગોળો દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ખગોળશાસ્ત્રી નરેન્દ્રભાઈ ગોરસાગરના જણાવ્યા અનુસાર, આ એક ઉલ્કાપાતની ઘટના હતી, જેમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશેલા અવકાશી ટુકડાએ ઘર્ષણને કારણે પ્રચંડ પ્રકાશ ઉત્સર્જિત કર્યો હતો .આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ક્ષણિક અજવાળું પથરાઈ ગયું