ખખવાડા ગામ, ગણદેવી રોડ ખાતે આજે બિરસા આર્મી સંગઠન દ્વારા જન જાગૃતિ મિટિંગ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોની સારી ઉપસ્થિતિ રહી હતી અને સમાજમાં જાગૃતિ ફેલાવવા સંસ્થા દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગનું નેતૃત્વ બિરસા આર્મી નવસારી તાલુકા પ્રમુખ શશી હળપતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે આદિવાસી હક્કો, એકતા અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.