થાનગઢ: થાનગઢ ખાતે બે શખ્સોએ ત્રણ લોકોને માર માર્યાની ફરિયાદ નોંધાઈ
થાનગઢ વગડીયા રોડ પર રહેતા આનંદીબેન વિશાલભાઈ કેરવાડિયા, તેઓના પતિ અને ભાઈ વિરેનભાઇ ઘરે હાજર હોય તેવા સમયે નવઘણ સોમાભાઈ વિજવાડીયા તથા હરેશ સોમાભાઈ વિજવાડીયા દ્વારા લાકડી અને પાઇપ લઈને ઘરે આવી ત્રણેય પર હુમલો કરી નાશી ગયા હતા આ તરફ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડી બંને હુમલાખોર વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.