મુન્દ્રા: મુંદરા પોલીસે ૩૭૦ ગ્રામ ગાંજા સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા
Mundra, Kutch | Mar 13, 2026 મુંદરા પોલીસે ૩૭૦ ગ્રામ ગાંજા સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા મુંદરા પોલીસે શીરાચા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ૩૭૦ ગ્રામ ગાંજા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ. ૩,૮૦૦નો ગાંજો, સ્વીફ્ટ ગાડી અને ચાર મોબાઈલ મળી કુલ રૂ. ૨,૧૩,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વિગત ચાર વાગ્યે મળી હતી