વડોદરા પશ્ચિમ: વિશ્વામિત્રી નદીમાં અસંખ્ય માછલીઓ ના મોત થી જીવદયા પ્રેમીઓ નારાજ
વિશ્વામિત્રી નદીમાં દિવસે ને દિવસે પ્રદૂષણ નું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે જળચર જીવો ના અસ્તિત્વ સામે સવાલો ઉઠી રહ્યા છે.આજ રોજ શહેરના કાલાઘોડા નજીક થી પસાર થતી વિશ્વામિત્રી મા અસંખ્ય માછલીઓ ના અગમ્ય કારણોસર મોત નીપજ્યા હતા.જેના કારણે જીવદયા પ્રેમીઓ માં ભારે દુઃખ અને રોષની લાગણી જોવા મળી રહી છે...