રાધનપુર: સરસ્વતી નગરની મહિલાનું ગટરમાં પડી જવાથી મોત મામલે પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાંથી સહાય આપવાની માંગ કરી
રાધનપુર શહેરના સરસ્વતી નગર સોસાયટીના મહિલા ગત દિવસે ગટરમાં ખાબકયા હતા જ્યાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થવા પામ્યું હતું.ત્યારે રાધનપુર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા મહિલાના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવાની માંગ કરી હતી