વડોદરા પશ્ચિમ: જોજો પડી ન જવાય, બિલ કેનાલ રોડ પર ભૂવો પડ્યો
વડોદરા માં વરસાદ પડવાની સાથે જ ભુવા પડવાનો સિલસિલો પુનઃ શરૂ થઈ ગયો છે. મુજમહુડા,કલાલી બાદ હવે બિલ વિસ્તારમાં ભૂવો પડ્યો છે.સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરને ભુવા નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે.શહેરના બિલ કેનાલ રોડ પર ભૂવો પડ્યો હતો જેના કારણે રાહદારીઓએ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.