કામરેજ: ગુજરાત યોગ બોર્ડ દ્વારા સુરતમાં મેદસિ્વતા મુકિ્ત કેમ્પ: 20 ફેબ્રુઆરી સુધી 16 સ્થળોએ અભિયાન ચાલશે
Kamrej, Surat | Jan 21, 2026 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત જિલ્લામાં ‘મેદસિ્વતા મુક્ત ગુજરાત’ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. આ રાજ્યવ્યાપી શિબિર 20| જાન્યુઆરીથી શરૂ થઈને 20 ફેબ્રુઆરી સુધી ચાલશે.આ અભિયાન અંતર્ગત સુરતમાં કુલ 16 વિવિધ સ્થળોએ એક મહિના માટે યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો ઝોન કોઓરિ્ડનેટર ડો. પારુલ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવશે.